VIDEO: નાદિયામાં રાજકીય ગરમાવો; ભાજપ અને TMC વચ્ચેના જંગમાં કેસરી-લીલા રંગના કપડાં, ઝંડા અને પ્રચાર સામગ્રીની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના માહોલમાં નાદિયા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જો કે ચૂંટણી હવે પૂર્ણ થઈ છે. પરંતુ આ ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતીક સમાન કેસરી અને લીલા રંગના કપડાં, ઝંડા અને અન્ય પ્રચાર સામગ્રીની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના કડક મુકાબલાને કારણે કેસરી અને લીલા બંને રંગોના વેચાણમાં મોટો વધારો થયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આ રંગોની ટોપીઓ, ખેસ અને માસ્ક માટે ભારે ક્રેઝ રહ્યો છે.

