VIDEO: દિલ્હીમાં NH-48 પર ભારે જળબંબાકાર
સોર્સ : gstv
દિલ્હીમાં સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. NH-48 પર પણ ભારે જળબંબાકાર જોવા મળ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદના કારણે ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હોવાનું જોવા મળ્યું છે. હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ પડકારો ઉભા થયા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ યથાવત રહેતા આગામી સમયમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

