VIDEO: દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹9.50નો વધારો
સોર્સ : gstv
દેશની રાજધાની દિલ્હીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓને મોંઘવારીનો ઝટકો આપતાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 9.50નો વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા દરો મુજબ, આ ભાવવધારો 1 સપ્ટેમ્બરથી અમલી બન્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત વધીને 2,747.50 થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં થયેલી વધઘટને ધ્યાનમાં રાખીને આ સમીક્ષા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તહેવારોની મોસમ શરૂ થતાં પહેલાં જ કોમર્શિયલ ગૅસના દરો વધવાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને નાના ખાણી-પીણીના વેપારીઓનો ખર્ચ વધશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડવાની શક્યતા છે.

