Video: પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાથી નજારો સુંદર બન્યો, મેદાની વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેવાની સંભાવના

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. શિમલા, મનાલી, ગુલમર્ગ તેમજ ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢમાં હિમવર્ષાથી પ્રકૃતિ સુંદર બની છે, જેનાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે…..બીજી તરફ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન સહિતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. શિયાળામાં વરસાદ ન પડવા અને ધીમી પવનની ગતિને કારણે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા લાંબા સમય સુધી નબળી રહી શકે છે. અલ નીનોની અસરને કારણે પશ્ચિમી વિક્ષેપનો પ્રભાવ ઘટતા પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં શિયાળુ વરસાદ ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.....




