VIDEO: દહેરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ હવ

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. સામે આવેલા દ્રશ્યોમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પાણીથી તરબતર થયેલા અને વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો વરસાદી વાતાવરણનો આનંદ માણતા નજરે પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાશે.

