VIDEO: રાયબરેલીમાં ભારે વરસાદથી જળબંબાકાર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. મળતી માહિતી મુજબ, પાણી ભરાવાના કારણે સેકડો લોકો મુશ્કેલીમાં ફસાયા છે. કેટલાક વિસ્તારોમાં પાણી પાક અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પાણી ભરાવાની સ્થિતિને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

