VIDEO: રાયબરેલીમાં બેંક કર્મચારીઓની મિલીભગતથી ખેલાયો નકલી લોનનો ખેલ, 48 આરોપીઓની યાદી તૈયાર, 5ની ધરપકડ
રાયબરેલીમાં મોટું નકલી લોન કૌભાંડ ઝડપાયુ. બેંક ઓફ બરોડામાં નકલી પર્સનલ લોન આપવાની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો. 48 આરોપીઓમાંથી 5ની ધરપકડ કરવામાં આવી.જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.
ઉત્તર પ્રદેશ પોલીસે બેંક ઓફ બરોડામાં નકલી પર્સનલ લોનના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા 48 આરોપીઓમાંથી 5ની ધરપકડ કરી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.પોલીસના જણાવ્યા અનુસારઆ ગેંગે નકલી દસ્તાવેજો તૈયાર કરીને બેંકમાં ખોટી પર્સનલ લોન મંજૂર કરાવી અને કરોડો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી. આરોપીઓએ બેંકના અમુક અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી આ કૌભાંડને અંજામ આપ્યો હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.
રાયબરેલી પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને બાકીના આરોપીઓની શોધમાં છાપેમારી ચાલુ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ગેંગ વર્ષોથી આવી નકલી લોનોના કૌભાંડો કરતી હતી અને તેના કારણે બેંકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.આ કાર્યવાહીને બેંકિંગ ક્ષેત્રમાં નકલી લોન કૌભાંડ સામે મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી નકલી દસ્તાવેજો, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે.

