VIDEO: ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી: ઉત્તર પ્રદેશ અને બિહારમાં લાખો લોકો પ્રભાવિત, બચાવ ટીમો સ્ટેન્ડબાય રખાઈ
સોર્સ : gstv
ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં પૂરની ચેતવણી જારી કરાઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં બંધો છલકાવા ઉપરાંત ગંગા અને યમુના નદીના વધતા જળસ્તરથી પ્રયાગરાજ, વારાણસી અને કાનપુરના વિસ્તારોમાં પાણી ભરાતા ૨૬ જિલ્લાના સાડા 3 લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે બિહારમાં પટના, બેગુસરાય અને કોસી સહિત આઠ જિલ્લાઓ એલર્ટ પર છે, જ્યાં નદીઓ છલકાતા ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે. સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફ અને બચાવ ટીમો સ્ટેન્ડબાય પર છે.

