VIDEO: ઉત્તર પ્રદેશ અને પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: વીજળી પડવાની અને ભૂસ્ખલનની શક્યતા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશ અને પર્વતીય રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. યુપીના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે બિહારમાં પણ 7 અને 8 સપ્ટેમ્બરે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે, જેથી લોકોને સાવચેત રહેવા સલાહ અપાઈ છે...બીજી તરફ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ મુશ્કેલીઓ વધારી શકે છે. ઉત્તરાખંડમાં 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદને કારણે પર્વતીય માર્ગો પર ભૂસ્ખલન અને ટ્રાફિકજામ થવાની પૂરી શક્યતા છે, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

