VIDEO: 7 સપ્ટેમ્બરે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી
ગંગાના મેદાની વિસ્તારોમાં આવેલા પશ્ચિમ બંગાળ, ઉત્તર તટીય ઓડિશા અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક મજબૂત વેલ-માર્ક્ડ લો-પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત મજબૂત બન્યું છે, જેના લીધે દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું જોખમ ઊભું થયું છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતાં કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-ગુરુગ્રામથી લઈને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં 60 થી 70 કિમી/કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. મુશળધાર વરસાદ અને ભારે પવનના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીઓમાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં પાણી ભરાવાની શક્યતા, ઓરેન્જ એલર્ટ
રાજધાની દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં 7 સપ્ટેમ્બરે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં ભારે વરસાદ સાથે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ભારે ટ્રાફિક જામ સર્જાઈ શકે છે. દિલ્હીમાં આગામી 10 દિવસ સુધી અણધાર્યા વરસાદનો દોર ચાલુ રહી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઉત્તરાખંડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ

