VIDEO: સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ૨૨ આરોપીઓની મુક્તિ સામે સુનાવણી હાથ ધરાશે
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ૨૦૦૫ના સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ૨૧ પોલીસકર્મીઓ સહિત ૨૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે સોહરાબુદ્દીન શેખના ભાઈ નયાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરાયેલી અરજી પર નોટિસ જારી કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે કેસના ૯૨ સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, જે તપાસનો મુખ્ય વિષય છે. અગાઉ વિશેષ સીબીઆઈ કોર્ટે ૨૦૧૮માં તમામ આરોપીઓને મુક્ત કર્યા હતા, જેને બોમ્બે હાઈકોર્ટે ૭ મેના રોજ યથાવત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે પસંદગીના સાક્ષીઓના નિવેદનોની તપાસ કરશે.

