Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Having divided the country into two, what is the intention now?" Anurag Thakur lashed out at Congress on Vande Mataram issue: made serious allegations

VIDEO: "દેશના બે ભાગલા કર્યા, હવે શું ઇરાદો છે?" વંદે માતરમ મુદ્દે કોંગ્રેસ પર ભડક્યા અનુરાગ ઠાકુર: લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વંદે માતરમ અંગે કોંગ્રેસના પ્રસ્તાવ પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આકરા પ્રહારો કરતા તેને તુષ્ટીકરણની રાજનીતિ ગણાવી છે. તેમણે કોંગ્રેસ પર દેશહિત વિરુદ્ધ કામ કરવાનો અને રાષ્ટ્રવિરોધી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે.

App Store

રાષ્ટ્રવિરોધી ચહેરો ખુલ્લો પડ્યો

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે  વંદેમાતરમ અંગે કોંગ્રેસના પ્રસ્તાવ મુદ્દે આકરી ટીકા કરતા કહ્યું કે, આ નિર્ણયથી કોંગ્રેસનો રાષ્ટ્રવિરોધી ચહેરો ફરી એકવાર દેશ સામે સ્પષ્ટ થઈ ગયો છે. આ બધું માત્ર વોટબેંકના તુષ્ટીકરણ માટે કરવામાં આવી રહ્યું છે.

ઐતિહાસિક ભૂલ સુધારવાની તક ગુમાવી

કોંગ્રેસ પાસે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કરીને અગાઉ કરેલી ઐતિહાસિક ભૂલને સુધારવાની ઉત્તમ તક હતી, પરંતુ વોટબેંક સાચવવા માટે તેમણે આ તક પણ ગુમાવી દીધી. અનુરાગ ઠાકુરે ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, "એ સમયે તેમણે દેશના બે ભાગલા કરી નાખ્યા હતા, હવે તેમના શું ઇરાદા છે?"