VIDEO: ગાઝિયાબાદના લોનીમાં હાર્ડવેર દુકાન ધરાશાયી, ત્રણ કાટમાળ નીચે ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
સોર્સ : gstv
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના લોનીમાં હાર્ડવેરની દુકાન ધરાવતી ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે દિલ્હીની GTB હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ઈમારત ધરાશાયી થવાના કારણ અંગે હાલ તપાસ ચાલી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. બચાવ ટીમો દ્વારા કાટમાળનો એક-એક ભાગ હટાવી વધુ કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

