VIDEO: હલ્દવાની શુદ્ધિકરણ વિવાદ: કોંગ્રેસની એફઆઈઆરની માંગ
સોર્સ : gstv
ઉત્તરાખંડમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ હલ્દવાનીના રામલીલા મેદાન ખાતે યોજાયેલા કથિત શુદ્ધિકરણ યજ્ઞનો વિવાદ વકર્યો છે. આ મુદ્દે દેહરાદૂનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભાજપ સામે એસસી એસટી એક્ટ હેઠળ કડક ગુનો નોંધવાની માંગ કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે દલિત સમાજના નેતા ખડગેની રેલી બાદ યોજાયેલું આ કૃત્ય દલિત સમાજનું ભારે અપમાન છે. રાહુલ ગાંધીએ પણ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરીને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ ભાજપે તમામ આરોપોને ફગાવીને વિપક્ષ પર રાજકારણ કરવાનો પલટવાર કર્યો છે. ઘટનાને પગલે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

