જ્ઞાનેશ કુમાર દેશના દુશ્મન છે...', CJP લીડર અભિજિત દીપકેના પ્રહાર

કોકરોચ જનતા પાર્ટીના (CJP) પ્રમુખ અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ શરૂ કર્યો છે. ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મતભેદ હોવાના દાવા સાથેના એક રિપોર્ટ બાદ દીપકેએ સીઇસી જ્ઞાનેશ કુમાર પર હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ દેશના દુશ્મન છે. દીપકેએ કહ્યું કે, તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ તેની પટકથા લખી રહ્યા છે.
જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મનઃ અભિજિત દીપકે
અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે. કથિત રીતે 12 કરોડથી વધુ નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધા છે. આ સંખ્યા વર્ષ 2024 લોકસભા ચૂંટણી દરમિયાન કુલ 97 કરોડ મતદાતાઓના 12.4 ટકા છે. ભાજપની આગેવાનીવાળી NDA અને વિપક્ષ વચ્ચે માત્ર 2 ટકાનું અંતર છે. જ્ઞાનેશ કુમાર ચૂંટણી નથી કરાવતા, તેઓ તેમની પટકથા લખે છે.’ દીપકેએ અન્ય એક પોસ્ટમાં SIRની વાત કરી છે
દેશ બરબાદ કરનારામાં ટોચ પર નામ આવશેઃ આશુતોષ રાંકા
સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર લોકતંત્રને બરબાદ કરવાનું કહીને હુમલો કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જ્યારે દેશનો ઇતિહાસ લખાશે, તો લોકતંત્રને બરબાદ કરનારા લોકોના લિસ્ટમાં જ્ઞાનેશ કુમાર ખાસ્સા ઉપર હશે.’ પછી તેમણે દીપકેની પોસ્ટને શેર કરતા લખ્યું કે, ‘આ કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ કે, જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે.’

