VIDEO: વિશાખાપટ્ટનમના કૈલાસગિરી પહાડ પર 65 ફૂટ ઊંચા વિશાળ ત્રિશૂળનું ભવ્ય લોકાર્પણ, સ્થાનિકોમાં ભારે ઉત્સાહ
સોર્સ : GSTV
આંધ્રપ્રદેશના પર્યટન ધામ ગણાતા કૈલાસગિરી ખાતે ભક્તિ અને શક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. વિશાખાપટ્ટનમના કૈલાસગિરી પહાડ પર 65 ફૂટ ઊંચા વિશાળ ત્રિશૂળનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વિશાળકાય ત્રિશૂળ દૂરથી જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રસંગે મંત્રીઓએ જણાવ્યું હતું કે આ નવું સ્થાપત્ય વિશાખાપટ્ટનમના પર્યટનને વેગ આપશે અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે. લોકાર્પણ બાદ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભક્તોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે આ વિસ્તારને ગુંજવી દીધો હતો. આગામી દિવસોમાં આ સ્થળ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ સાબિત થશે.

