VIDEO: સરકાર નક્કી નહીં કરે કે અમારે કયા મુદ્દા ઉઠાવવા: પવન ખેડા
સોર્સ : gstv
ગૃહમાં સતત અમિત શાહના જવાબની વિપક્ષ માગ કરી રહ્યું છે. અમિત શાહની ગૃહમાં ગેરહાજરીથી સરકાર અને વિપક્ષ વચ્ચે સતત ગતિરોધ ચાલી રહ્યો છે. વિપક્ષે ત્રણ માગ સાથે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું. કિરેન રિજીજુના નિવેદન પર વિપક્ષે કહ્યું કે, અમે અહીં દેશનો અવાજ ઉઠાવી રહ્યા છીએ. શું આ લોકો નક્કી કરશે કે વિપક્ષે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ કે તેઓ કયા મુદ્દા પર જવાબ આપશે?

