VIDEO: ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખૌંટેએ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી
સોર્સ : gstv
આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિ ખાતે ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખૌંટેએ તિરુમાલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના પવિત્ર મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. સવારના સમયે સુપ્રભાત સેવા દરમિયાન મંદિરે પહોંચેલા મંત્રીએ ભગવાન બાલાજીના આશીર્વાદ લીધા હતા અને દેશ તથા ગોવા રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ના અધિકારીઓ અને પંડિતો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દર્શન બાદ વેદ આશીર્વચન આપીને પ્રસાદ અને સ્મૃતિ ચિહ્ન ભેટ આપવામાં આવ્યા હતા. દર્શન પૂરા કર્યા પછી માધ્યમો સાથે વાતચીત કરતી વખતે તેમણે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી સુચારુ દર્શન વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓના મુક્ત મને વખાણ કર્યા હતા.

