VIDEO: ગોંડામાં ઘાઘરા નદીનું જળસ્તર વધ્યું
સોર્સ : gstv
ગોંડામાં ઘાઘરા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં પૂરનો ખતરો વધુ ઘેરાયો છે. નદીનું પાણી વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરનાં પાણીથી કેટલીક શાળાઓ પણ ઘેરાઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાથી ચિંતા વધી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નદીના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

