રાજકારણમાં સૌથી મોટો ધડાકો! રિલાયન્સ ગ્રૂપના નથવાણી અચાનક બન્યા અખિલેશ યાદવના ઉમેદવાર!

રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ ધનરાજ નથવાણીએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. લખનૌ ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.
ઉમેદવારી નોંધાવ્યા બાદ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, "ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ હું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે લખનૌમાં અખિલેશ યાદવજીની ઉપસ્થિતિમાં મેં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. જાહેર જીવનના આ નવા તબક્કામાં પ્રવેશ કરતા હું મારી નવી જવાબદારીઓ નિભાવવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છું."
ધનરાજ નથવાણી કોર્પોરેટ અને રમત જગતમાં જાણીતો ચહેરો છે. તેઓ રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડમાં ડિરેક્ટર પદ સંભાળવાની સાથે સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. હવે સમાજવાદી પાર્ટી દ્વારા તેમને રાજ્યસભાના મેદાનમાં ઉતારવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ પગલાને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

