Video: અસુરક્ષિત નમૂના બદલ FSSAI એ મંજૂરી આપી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. લેબોરેટરી તપાસ દરમિયાન આ કંપનીના પાણીના નમૂના અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું હતું. પરીક્ષણમાં પાણીમાં હાનિકારક બ્રોમેટ અને પોલીસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા જોખમી તત્વો મળી આવ્યા હતા, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ગંભીર ખતરો ઊભો કરી શકે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ અપનાવીને ફૂડ સેફ્ટી વિભાગે આ નિર્ણય લીધો છે, જેનાથી ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ઉત્પાદનો વેચતી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત












