VIDEO: ઈન્દોરના સાંવેરમાં જર્જરિત દીવાલ ધરાશાયી, ચાર મહિલાના મોત
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ઈન્દોરના સાંવેરમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં ચાર મહિલા શ્રમિકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડીએસપી ગ્રામ્ય ઉમાકાંત ચૌધરીના જણાવ્યા મુજબ, જૂના મકાનને તોડવાનું કામ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું હતું. દરમિયાન બાજુના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોમાં બે પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોને ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી તુલસી સિલાવટે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

