VIDEO: બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનરે ધ્રુવ રાઠીના વિઝા અને નાગરિકતાની તપાસની માગ કરી
સોર્સ : gstv
બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવે બેંગલુરુમાં યોજાયેલા SIR વિરોધી પ્રદર્શનમાં યુટ્યુબર ધ્રુવ રાઠીની ભાગીદારી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે હસ્તક્ષેપની માગ કરી છે. તેમણે રાઠીની નાગરિકતા, ઈમિગ્રેશન સ્થિતિ અને વિઝા શરતોના પાલનની તપાસ કરવા વિનંતી કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવને લખેલા પત્રમાં રાવે જણાવ્યું કે જર્મન નાગરિકતા ધરાવતા રાઠીએ અભિનેતા-કાર્યકર્તા પ્રકાશ રાજ અને અન્ય લોકો સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને મતદાર યાદીઓના SIR ને લઈને ભારતીય ચૂંટણી પંચની ટીકા કરી હતી. ભાજપના નેતા ભાસ્કર રાવે જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો એ છે કે વિદેશી નાગરિક પાસે ભારતના બંધારણીય તંત્રો અને સંસ્થાઓ સામે થઈ રહેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો કે સંબોધવાનો કાનૂની અધિકાર છે કે નહીં.

