VIDEO: દિલ્હી રમખાણોના કેસમાં આપના પૂર્વ સાંસદ તાહિર હુસૈન દોષિત જાહેર
સોર્સ : gstv
દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020ના દિલ્હી રમખાણ કેસમાં દોષિત ઠેરવ્યા છે. જોકે, કોર્ટે તેમને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યા છે, તેમજ કેસના અન્ય તમામ આરોપીઓને પણ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટે તાહિર હુસૈનને 2020ના રમખાણો દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં આગચંપી સંબંધિત એક કેસમાં હિંસા ભડકાવવાના દોષી ગણાવ્યા છે. કકડડૂમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે મોહમ્મદ શાદાબ, શાહ આલમ, રિયાસત અલી, ગુલફામ, મોહમ્મદ રિહાન, અરશદ કય્યુમ અને ઇરશાદ અહેમદ સહિત અન્ય 12 આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.

