VIDEO: અયોધ્યા રામ મંદિર ચઢાવા કેસમાં નવી SITની રચના
સોર્સ : gstv
અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ચઢાવા ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટમાં જણાવ્યું કે પારદર્શક તપાસ માટે નવી SITની રચના કરવામાં આવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે સુપ્રીમ કોર્ટના સૂચન મુજબ વરિષ્ઠ અધિકારીઓને SITની જવાબદારી સોંપાઈ છે. નવી ત્રણ સભ્યોની SITના વડા તરીકે લખનઉ રેન્જના IG કિરણ એસની નિમણૂક કરવામાં આવી છે. SITમાં અયોધ્યા રેન્જના DIG સોમેન બર્મા અને SSP ગૌરવ ગ્રોવરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

