Video: મુંબઈના કલાનગરમાં ઝાંખપ અને ધુમ્મસ

મુંબઈના કલાનગર વિસ્તારમાં વાયુ પ્રદૂષણના પ્રમાણમાં ભારે વધારો થતાં સવારના સમયે ગાઢ ધુમ્મસ અને ઝાંખપની ચાદર છવાઈ ગઈ છે. હવાની નબળી ગુણવત્તાના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણના વધતા સ્તરને લીધે સ્થાનિક રહીશો અને ખાસ કરીને વૃદ્ધો તેમજ બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. સતત બગડતી હવાની ગુણવત્તા મુહાનગર મુંબઈ માટે ચિંતાનો વિષય બની રહી છે.







