VIDEO: ફ્લાયદુબઈ ફ્લાઇટ હુમલો: ભારતીય પાયલટ પર હુમલા અને વિમાન અપહરણના પ્રયાસ મામલે એનઆઈએએ ગુનો દાખલ કર્યો
સોર્સ : gstv
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલા અને ફ્લાયદુબઈની ફ્લાઇટના અપહરણ કે ક્રેશ કરવાના પ્રયાસ અંગે ગંભીર ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એજન્સીએ આ કેસમાં એન્ટી-હાઇજેકિંગ એક્ટ અને UAPAની કલમો હેઠળ FIR દાખલ કરી છે….૩૦ સપ્ટેમ્બરે દુબઈથી રવાના થયેલી ફ્લાઇટ દરમિયાન, ઓમાની ફર્સ્ટ ઓફિસરે કથિત રીતે કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કર્યો હતો, જેનાથી તેમના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, સતર્ક મુસાફરો અને ક્રૂ સભ્યોએ સમયસૂચકતા દાખવીને હુમલાખોરને કાબૂમાં લઈ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મામલાની હવે NIA દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

