VIDEO: ઓડિશાના ભદ્રકમાં સતત વરસાદથી પૂરના પાણી ગામડાઓ અને શહેરમાં ઘૂસ્યા
સોર્સ : gstv
ઓડિશાના ભદ્રક જિલ્લામાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વૈતરણી અને સાલંદી નદીઓમાં જળસ્તર વધતા પૂરના પાણી ભદ્રકના નીચાણવાળા ગ્રામીણ વિસ્તારો સહિત મુખ્ય શહેરમાં પ્રવેશ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કામગીરી માટે એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

