VIDEO: ઓડિશાના ચિલિકા સરોવર વિસ્તારમાં ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો
સોર્સ : gstv
બંગાળની ખાડીમાં સર્જાયેલા ગંભીર ડિપ્રેશનના કારણે ઓડિશાના પુરી અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને ચિલિકા સરોવર વિસ્તારમાં જોરદાર પવનો ફૂંકાવાની સાથે દરિયામાં ભારે કરંટ અને તોફાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવાની સખત હિદાયત આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે ચિલિકા સરોવર અને બોટિંગ સેવાઓ પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

