VIDEO: સુરેન્દ્રનગરના ઓલાક ગામમાં પૂર જેવી સ્થિતિ
સોર્સ : GSTV
થઈ ગયું છે. ભારે વરસાદના પગલે જિલ્લાના ઓલાક ગામમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગામની ચારેય તરફ પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે.ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સંપર્ક વિહોણી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પશુપાલન અને ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે

