VIDEO: રાજૌરીમાં પૂરથી નુકસાન
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરમાં પાણી અને વીજળીના માળખાને ભારે નુકસાન થયું છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે આશરે ૧૫ ટ્રાન્સફોર્મર ધોવાઈ ગયા છે અને અન્ય ૨૦૦ જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત પીવાના પાણીની લાઈનો અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજળી અને પાણી પુરવઠો પૂર્વવત કરવા માટે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરક્ષા અને રાહત માટે બચાવ ટીમો સતત કાર્યરત છે.

