VIDEO: રાયપુરમાં એક જ પરિવારના પાંચ
સોર્સ : GSTV
છત્તીસગઢની રાજધાની રાયપુરના સંજય નગર વિસ્તારમાંથી એક ઘટના સામે આવી હતી , જ્યાં ભાડાના મકાનમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા . મૃતકોમાં પતિ-પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આસપાસના લોકોમાં ભારે આઘાતનો માહોલ છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આ સામૂહિક આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી .

