VIDEO: લેડી ઓફ સ્નોઝ બેસિલિકા મહોત્સવ નિમિત્તે માછીમારોએ માછીમારી બંધ રાખી
તમિલનાડુના દરિયાકાંઠાના શહેર થૂથુકુડીમાં વિશ્વપ્રસિદ્ધ અવર લેડી ઓફ સ્નોઝ બેસિલિકા ના વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સ્થાનિક માછીમારોએ સ્વેચ્છાએ દરિયામાં માછીમારી કરવા જવાનું બંધ રાખ્યું છે. આ ઐતિહાસિક અને પવિત્ર ઉત્સવમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે, જેમાં સ્થાનિક માછીમાર સમુદાય માતા મેરી પ્રત્યે પોતાની ઊંડી આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે બોટ નોંગર કરીને ઉત્સવમાં સક્રિયપણે જોડાય છે. માછીમારો દ્વારા બોટો દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યો છે. વાર્ષિક રથયાત્રા અને વિશેષ પ્રાથના સભાઓમાં જોડાવા માટે માછીમારો કામકાજથી દૂર રહીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠે તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ અસ્થાયી રૂપે થંભી ગઈ છે.

