Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fire at Gooni godown near Arcot

VIDEO: આર્કોટ નજીક ગૂણીના ગોડાઉનમાં આગ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના રાણિપેટ જિલ્લામાં આર્કોટ નજીક આવેલા ગૂણીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગૂણીના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News