Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fire and face-to-face firing in homes, CRPF jawans injured manipur violence

VIDEO: ઘરોમાં આગચંપી અને સામસામે ગોળીબાર, CRPF જવાન ઘાયલ; મણિપુરના સેનાપતિ જિલ્લામાં ફરી હિંસા ભડકી

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મણિપુરના સેનાપતિ જિલ્લા અંતર્ગત આવતા તાપહોઉ (Taphou) અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે અચાનક ફરી હિંસા ભડકી ઊઠી હતી. અસામાજિક તત્વો દ્વારા ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી, જેના પગલે સુરક્ષાદળો અને સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં એક CRPF જવાન ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. મણિપુરના સેનાપતિ જિલ્લાના તાપહોઉ ખાતે વહેલી સવારે બનેલી હિંસા અને આગચંપીની ઘટના અંગે પ્રત્યક્ષદર્શી ડી. દિગાબોઉ (D. Digabou) એ ઘટનાસ્થળની પરિસ્થિતિ વર્ણવતાં મહત્વની વિગતો આપી છે.

App Store

વહેલી સવારે આગચંપી અને ફાયરિંગની ઘટના

અહેવાલો અનુસાર, સોમવારે વહેલી સવારે અંદાજે 2.30થી 3.00 વાગ્યાના સુમારે અજાણ્યા બદમાશોએ તાપહોઉ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા દરમિયાન થયેલા ગોળીબારમાં 36મી બટાલિયનના 54 વર્ષીય CRPF જવાનને ગોળી વાગતાં ઈજા પહોંચી હતી. ઘાયલ જવાનને તાત્કાલિક સેનાપતિ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આગચંપીની ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવીને ઇમ્ફાલ-દિમાપુર નેશનલ હાઇવે-૨ (NH-2) બ્લોક કરી દીધો હતો.

વિસ્તારમાં વધારાનો સુરક્ષા કાફલો તૈનાત

આ ઘટના બાદ તાપહોઉ કૂકી વિલેજ ઓથોરિટી દ્વારા આ કૃત્યની સખત નિંદા કરવામાં આવી છે અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા પ્રશાસનને અપીલ કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને ટાળવા માટે સેનાપતિ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ અને સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે.