Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire at a cardboard godown in Alipore

VIDEO: અલીપુરમાં કાર્ડબોર્ડના ગોડાઉનમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલા એક કાર્ડબોર્ડ રોલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટા જથ્થામાં રાખેલા કાર્ડબોર્ડના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસના સ્ટાફ ઓફિસર પ્રવીણ કુમારની આગેવાનીમાં ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિઝ્યુઅલ્સમાં અધિકારીઓ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા જોઈ શકાય છે. કલાકોની સખત મહેનત પછી આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

App Store