VIDEO: મણિપુરમાં સુરક્ષા વચ્ચે ખેતી
સોર્સ : gstv
મણિપુરના ઇમ્ફાલ ઘાટીમાં ચાલી રહેલા સંઘર્ષ અને હિંસાની સીધી અસર ખેડૂતોના વ્યવસાય પર પડી છે, જેના કારણે જીવનું જોખમ ઊભું થયું હતું . ડાંગરના ખેતરોમાં પાકનું ઉત્પાદન અબાધિત રહે અને અન્નદાતા સુરક્ષિત રીતે કામ કરી શકે તે માટે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખેડૂતોને ખેતીકામ કરવાની ફરજ પડી હતી .સુરક્ષાદળોના સજ્જ પહેરા અને હથિયારધારી જવાનોની હાજરીમાં ખેડૂતો પોતાના ખેતરોમાં હળ ચલાવી રહ્યા છે અને રોપણી તેમજ લણણી જેવી કૃષિ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સુરક્ષાના આ વિશેષ પ્રબંધો છતાં સ્થાનિક ખેડૂતોમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ યથાવત છે, કારણ કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તેમની આજીવિકા સામે મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

