Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Farmers protest against agricultural deals

VIDEO: કૃષિ સોદા સામે ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હરિયાણાના જીંદમાં ખેડૂતો દ્વારા અમેરિકા સાથેના કૃષિ વેપાર કરાર અને નવી પાવર વિભાગની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે કૃષિ વેપાર કરારથી સ્થાનિક ખેડૂતો અને ખેતી ક્ષેત્રને નુકસાન થવાની ભીતિ છે. સાથે જ પાવર વિભાગની નવી નીતિને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. વિરોધ દરમિયાન ખેડૂતોએ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને નીતિઓ પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. ખેડૂતોના વિરોધને પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News