Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Farm crisis in Tamil Nadu as Vaigai Dam bottoms out

VIDEO: વૈગઈ ડેમનું તળિયું દેખાતાં તમિલનાડુમાં ખેતી સંકટ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળ-તમિલનાડુ બોર્ડર પર ઇડુક્કીના કેચમેન્ટ એરિયા અને પશ્ચિમ ઘાટમાં નબળા ચોમાસાને કારણે વૈગઈ ડેમના જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. ડેમમાં પાણીની સપાટી ચિંતાજનક સ્તરે નીચે જતાં તમિલનાડુના પાંચ જિલ્લાઓ મદુરાઈ, થેની, ડિંડીગુલ, શિવગંગા અને રામનાથપુરમમાં સિંચાઈના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે.  સામે આવેલા દ્રશ્યોમાં વૈગઈ ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે અને નહેર-સિંચાઈ પ્રણાલી સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે. પાણીના અભાવે હજારો એકર જમીનમાં ખેતીકામ અને વાવણીની પ્રક્રિયા અટકી પડી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા હાલ માત્ર પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને જો આગામી દિવસોમાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ નહીં થાય, તો કૃષિ ક્ષેત્રે દુષ્કાળ જેવી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

App Store