VIDEO: લખનઉ કોંગ્રેસમાં જૂથવાદ, બે નેતાઓના સમર્થકો વચ્ચે થઈ જોડાવાળી
સોર્સ : gstv
લખનઉમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને મમતા ચૌધરીના સમર્થકો વચ્ચે ભારે હોબાળો થયો હતો. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા અને કાર્યકારી અધ્યક્ષ ઇમરાન મસૂદના પદભાર ગ્રહણ કાર્યક્રમ દરમિયાન બંને જૂથો સામસામે આવી ગયા હતા. અજય રાય અંગે અપશબ્દો બોલાયાના આરોપ બાદ તેમના સમર્થકોએ મમતા ચૌધરી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન જૂથો વચ્ચે ઝપાઝપી અને જૂતાં ફેંકાયાની પણ વાત સામે આવી છે. અજય રાયે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરી મમતા ચૌધરીને પક્ષમાંથી હાંકી કાઢવાની માગ કરી છે.

