Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Explosives found in Pune hospital, investigation underway by ATS and Crime Branch

VIDEO: Puneની હોસ્પિટલમાં વિસ્ફોટક મળતા ખળભળાટ, ATS અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પુણેના હડપસર વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલના બીજા માળે આવેલા વોશરૂમમાંથી ઓછી તીવ્રતાવાળું વિસ્ફોટક મળી આવતાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના ડોક્ટર વિલાસ ગાયકવાડે જણાવ્યું કે સાંજે આશરે 7:30 વાગ્યે વોશરૂમમાં એક ડબ્બામાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ જોઈ હતી, જેમાં વાયર સાથે લાકડીઓ જોડેલી હતી અને સાત કલાકનું ટાઈમર સેટ કરેલું હતું. પોલીસ કમિશનર અમિતેશ કુમારના જણાવ્યા મુજબ, બોમ્બ સ્ક્વોડની ટીમે પ્રોટોકોલ હેઠળ આ ઉપકરણને ગ્લાઈડિંગ સેન્ટરના ખુલ્લા મેદાનમાં લઈ જઈને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યું હતું. હાલમાં પુણે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમોએ આ મામલે સંયુક્ત તપાસ શરૂ કરી છે અને આ ઘટના પાછળ આતંકવાદી કાવતરું હોવાની આશંકા સહિત તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

App Store