Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ETT teachers protest in Chandigarh

VIDEO: ચંડીગઢમાં ETT શિક્ષકોનું વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચંડીગઢમાં ઈટીટી શિક્ષકોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતાં પંજાબના નાણાં પ્રધાન હરપાલ ચીમાના નિવસસ્થાન બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારી શિક્ષકોએ રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં પદોની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવી, પગાર ધોરણમાં સુધારો કરવો અને કાયમી ધોરણે સેવાઓ આપવા જેવા મહત્વના મુદ્દાઓ સમેત છે. દેખાવકારોએ નાણાં પ્રધાનના ઘર તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ તેમને બેરિકેડ્સ મૂકીને રોક્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. વિરોધ કરી રહેલા શિક્ષક યુનિયને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News