VIDEO: દલ નદીમાં શિકારા સવારીનો આનંદ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુહાના અને આહ્લાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ દલ નદીના શાંત પાણીમાં શિકારા સવારીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આકાશમાં છવાયેલા હળવા વાદળો અને ચારેય તરફ ફેલાયેલી કુદરતી સુંદરતાના કારણે પ્રવાસીઓ માટે પ્રવાસનનો આ અનુભવ અત્યંત રોમાંચક અને યાદગાર બની રહ્યો છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા પ્રવાસીઓ કાશ્મીરી સંસ્કૃતિના પ્રતિકસમા શિકારામાં બેસીને નદીના રમણીય દ્રશ્યો નિહાળી રહ્યા છે અને ખુશનુમા હવામાનનો લહાવો લઈ રહ્યા છે. આ મોસમી પ્રવાસન પ્રવૃત્તિથી સ્થાનિક નાવિકો અને વ્યાપારીઓના ધંધા-રોજગારમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આહ્લાદક હવામાનના આ માહોલ વચ્ચે શ્રીનગરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ કુદરતના આ અદ્ભુત સૌંદર્યમાં ખોવાઈને પર્યટનની પળોને સોનેરી યાદોમાં પરિવર્તિત કરી રહ્યા છે.

