Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Eknath Shinde will return Shiv Sena's bank account to Uddhav

ભાજપને ઝટકો/ શિવસેનાનું બધું પરત કરશે એકનાથ, ઉદ્ધવ તરફી શિંદેનું પહેલું પગલું

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપને ઝટકો/ શિવસેનાનું બધું પરત કરશે એકનાથ, ઉદ્ધવ તરફી શિંદેનું પહેલું પગલું

2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ચિત્ર આખું બદલાઈ ગયું છે. એકનાથ શિંદે જે અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા તે હવે નાયબ મુખ્યમંત્રી બની ગયા. અને મુખ્યમંત્રી પદ ભાજપા દેવેન્દ્ર ફડણવીસ પાસે જતું રહ્યું. મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત છતાં એકનાથ શિંદેની મજબૂરી તેમના માટે હાર સમાન બની ગઈ હતી.

App Store

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યા 'રામ રામ'

જણાવી દઈએ કે, 2022માં એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને ઉદ્ધવ ઠાકરે પાસેથી બધું છીનવી લીધું. પાર્ટી, ચૂંટણી ચિહ્ન બધું એકનાથ શિંદેના હિસ્સામાં ગયું હતું.  સાથે જ શિવસેના પાર્ટીની સંપત્તિ પણ તેમના હસ્તક આવી ગઈ હતી. હવે જ્યારે 2024ના પરિણામો બાદ બધું બદલાઈ ગયું છે તો એકનાથ શિંદેનો મૂડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે જે ભાજપ માટે એક ખતરાનો સંકેત છે.  

શિંદેનું મન ડગમગાયું

મુખ્યમંત્રી બનવાની મહેચ્છાથી મહાયુતિમાં શામેલ થયેલા એકનાથ શિંદેને હવે ઝટકો લાગ્યો છે. જેથી તેમનું મન ડગમગાયું જોવા મળી રહ્યું છે. હવે એવું પણ થઈ શકે કે આવનારા દિવસોમાં તે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પણ પરત આપી શકે. અથવા તો પાછા ઉદ્ધવ ઠાકરે સાથે સમજૂતિ કરીને પાછા પાર્ટીમાં જોડાઈ જાય. 

એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો

ભાજપ સાથે જોડાઈને મહાયુતિ ગઠબંધનના આધારે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સરકાર, પાર્ટી, ચૂંટણી ચિન્હ પણ છીનવી લીધું હતું, જેના કારણે બે વર્ષમાં તેઓ પોતાની પાર્ટી બનાવીને મજબૂત કરી પરંતુ હવે તેઓ ભાજપના નેજા હેઠળ આવી ગયા છે. પરંતુ, એકનાથ શિંદે પાસે હજુ પણ કંઈક છે જેના પર ભાજપનો અધિકાર નથી. અને આ બાબતે તે કંઈ કહી શકે તેમ નથી. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે પાર્ટીની ચલ- અચલ સંપત્તિ બાબતે ખેંચાતાણ ચાલી રહી હતી. આ મામલે એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે. 

 સંપત્તિ અને બેંક એકાઉન્ટ પર સ્વામિત્વની લડાઈ પૂરી થઈ જશે

પાર્ટી વિભાજન બાદ શિવસેનાનું બેંક એકાઉન્ટ પણ શિંદે પાસે આવી ગયું હતું. પરંતુ શિંદેએ નિર્ણય લીધો છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેને પૈસા પરત આપી દેશે. યુબીટીને રાહત આપતાં શિંદેએ 2022 પહેલા શિવસેનાના બેંક એકાઉન્ટમાં જમા પૈસા પર દાવો નહીં કરવાનો નિર્ણય લીધો છે.  જેનાથી શિવસેનાની સંપત્તિ અને બેંક એકાઉન્ટ પર સ્વામિત્વની લડાઈ પૂરી થઈ જશે.  
 
બેંક ખાતામાં કેટલા પૈસા જમા થયા તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 2023માં શિવસેનાના બેંક ખાતામાં 190 કરોડ રૂપિયા જમા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે શક્ય છે કે જો ખાતામાંથી પૈસા ઉપાડવામાં ન આવ્યા હોત તો વ્યાજ સાથે આ રકમ 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હોત. એક અહેવાલ મુજબ શિવસેના પાસે 2020-21માં કુલ 191 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ હતી.

આજે પણ દાદરમાં શિવસેના ભવન અને સામના ઉદ્ધવ ઠાકરે પાસે છે. આ સિવાય શિવસેના મહારાષ્ટ્રમાં 82 મોટી ઓફિસો અને મુંબઈમાં 227 નાની ઓફિસ ચલાવે છે. શિવસેનાનું મુખ્યાલય દાદરમાં છે. સામના મેગેઝીન સહિતની મિલકત ટ્રસ્ટ દ્વારા ચાલે છે. જેમાં ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે, અરવિંદ સાવંત વગેરે કારોબારી સભ્યો છે.