VIDEO: આઈબીસી છેતરપિંડી પર ઈડીની કડક નજર: દેવા માફી અને શંકાસ્પદ રિઝોલ્યુશન કેસોની થશે પુનઃતપાસ
સોર્સ : gstv
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ થતી છેતરપિંડીઓને રોકવા માટે મોટી જાહેરાત કરી છે. ED એ એવા સાંઠગાંઠવાળા રિઝોલ્યુશન કેસોની પુનઃતપાસને મુખ્ય પ્રાથમિકતા બનાવી છે, જેમાં અપ્રમાણસર મોટા હેરકટ એટલે કે દેવા માફી આપવામાં આવ્યા હોય અને પ્રમોટરો ફરીથી સંપત્તિઓ હસ્તગત કરી લેતા હોય.....બેંગલુરુમાં યોજાયેલી ઝોનલ અધિકારીઓની પરિષદમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, NCLT દ્વારા એસેલ ગ્રુપના સુભાષ ચંદ્રાના નાદારી કેસમાં મોટા દેવા સામે નજીવી રકમની ચુકવણી મંજૂર કરવાના વિવાદ બાદ આ કડક પગલું લેવામાં આવ્યું છે.

