VIDEO: આણંદમાં વિદેશ નોકરીની લાલચે લાખોની છેતરપિંડી, દંપતી સહિત ત્રણ સામે FIR નોંધાઈ
સોર્સ : gstv
આણંદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નાગરિકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, હાર્દિક હસમુખભાઈ શાહ, તેમની પત્ની અંકિતા શાહ અને ભાગીદાર નંદકુમાર ઉકાણીએ યુકે, અમેરિકા સહિતના દેશોમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરિયાદી સહિત ૧૫ જેટલા પીડિતો પાસેથી પ્રોસેસિંગ ફી અને વિઝાના નામે કુલ ૩૯ લાખ ૮૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. જોકે લાંબો સમય વીતવા છતાં ન તો વિઝા કે ટિકિટ મળી અને ન તો રકમ પરત કરવામાં આવી હતી. આ ગંભીર છેતરપિંડી મામલે પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે.

