Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ed seizes Anil Ambani Group's MICA land in Sanand

અનિલ અંબાણી ગ્રૂપની સાણંદમાં MICAની જમીન જપ્ત, બેન્ક ફ્રોડ કેસમાં EDએ કુલ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અનિલ અંબાણી ગ્રૂપની સાણંદમાં MICAની જમીન જપ્ત, બેન્ક ફ્રોડ કેસમાં EDએ કુલ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
સોર્સ : gstv

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

App Store

અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં સંપત્તિઓ ટાંચમાં

તપાસ દરમિયાન ઈડીએ પ્રમોટર ગ્રૂપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ગુજરાતમાં અમદાવાદના સાણંદની જમીન એટલે કે મુદ્રા ફાઉન્ડેશન ઓફ કોમ્યુનિકેશન્સ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન (MICA), મુંબઈમાં ઉષા કિરણ બિલ્ડિંગનો એક ફ્લેટ, ખંડાલાનું એક ફાર્મ હાઉસ અને RiseE ટ્રસ્ટ હેઠળના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 Crore શેર પણ સામેલ છે. આ સાથે જ અનિલ અંબાણી ગ્રૂપ વિરુદ્ધની તપાસમાં કુલ જપ્તીનો આંકડો હવે ₹19,344 કરોડથી વધુ થઈ ગયો છે. 

શું હતો મામલો?

આ મામલો બેંકો સાથેની મોટી છેતરપિંડી સાથે જોડાયેલો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને LIC જેવી કંપનીઓએ ફરિયાદ કર્યા બાદ CBIએ FIR નોંધી હતી જેના આધારે ઈડીએ તપાસ હાથ ધરી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને તેમની અન્ય કંપનીઓએ ભારતીય અને વિદેશી બેંકો પાસેથી મોટું દેવું લીધું હતું જેમાંથી આશરે 40,185 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે અને આ રકમ NPA જાહેર થઈ ચૂકી છે.

અનિલ અંબાણીએ સંપત્તિ બચાવવા વ્યૂહરચના બનાવી હતી

ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, સંપત્તિઓને બેંકોની લેણી નીકળતી રકમથી દૂર રાખવા માટે ખાસ વ્યૂહરચના બનાવાઈ હતી. અનિલ અંબાણીએ બેંકોને પોતાની પર્સનલ ગેરંટી આપી હતી પરંતુ અંગત મિલકતો બચાવવા માટે તેને રાઈસી ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવી હતી. આ ટ્રસ્ટ અનિલ અંબાણી પરિવારનું ખાનગી ટ્રસ્ટ છે જેનો હેતુ બેંકોથી મિલકતો સુરક્ષિત રાખવાનો હતો.

જપ્ત મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરાશે

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસમાં ફંડ ડાયવર્ઝન અને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી આ મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેને વેચીને મળેલી રકમ પીડિત બેંકોને સોંપવામાં આવશે. આ મામલે એજન્સી દ્વારા વધુ તપાસ હજુ ચાલુ છે.