VIDEO: પશ્ચિમ બંગાળના રાશન ભ્રષ્ટાચાર કેસમાં શંકાસ્પદોના નિવાસસ્થાને EDના દરોડા
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના બહુચર્ચિત રાશન ભ્રષ્ટાચાર કેસમાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના હાબરા વિસ્તારમાં EDની ટીમે સવારથી જ 4 અલગ-અલગ સ્થળો પર સપાટો બોલાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા રાશન કૌભાંડ સાથે સંકળાયેલા શંકાસ્પદો અને તેમના નજીકના સાથીઓના નિવાસસ્થાને પાડવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોની કડક હાજરી વચ્ચે તપાસ એજન્સી દ્વારા મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની ચકાસણી ચાલુ છે. ઘટનાસ્થળ પરથી કેટલાક વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે જેમાં EDના અધિકારીઓ સઘન તપાસ કરતા જોવા મળી રહ્યા છે. આ કૌભાંડમાં હજુ અનેક મોટા નામો ખૂલવાની શક્યતા છે.

