VIDEO: દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો, ચિરાગ પાસવાને કહ્યું, યુવાનોને કોઈ રોકી નહીં શકે
યુવાઓના આંદોલનને લઈને હવે એનડીએના સાથી પક્ષોમાં તડાં પડ્યા હોય તેવી સ્થિતિ છે. ભાજપના પૂર્વ મંત્રી મુરલી મનોહર જોશી બાદ ચીરાગ પાસવાને પણ યુવાઓના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમને 10 તારીખના CJPના આંદોલનને લઈને કહ્યુ છે કે, કોઈ કેટલી ટ્રેનો રોકી લેશે, કેટલી કનેક્ટિવિટી રોકી લેશે? પરંતુ ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. સોનીપતમાં મીડિયાના સવાલો પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, આ ભારતના યુવાનો છે, તેમને કોઈ રોકી શકે નહીં પ્રભુ. જે લોકો આવા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે, તેમને હું પૂછું છું કે કોઈ કેટલી ટ્રેનો રોકી શકે છે? કેટલી કનેક્ટિવિટી રોકી શકાય છે? કેટલી સડકોને કોઈ જામ કરી દેશે? ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે, અને પેઢીઓએ આ કર્યું છે, એવામાં તેમને કોઈ રોકી શકશે નહીં.

