VIDEO: ઈન્ડિયા ગઠબંધનના 10 નેતાઓની દિલ્હીમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત..અમે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવી EVM હટાવવાની માગ કરી’
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના એક પ્રતિનિધિ મંડળે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી..આ મુલાકાતમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિતના નેતાઓ સામેલ થયા અને મત ચોરી અંગે આવેદનપત્ર સોંપ્યું છે. વિપક્ષે છેલ્લા ચાર દિવસથી શરૂ કરેલા આંદોલન અને ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગડબડીઓ વિશે રાષ્ટ્રપતિને વિગતવાર માહિતગાર કર્યા. ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો કે તેમના કાર્યાલયમાંથી મત ચોરી થઈ રહી છે, તેથી EVM ને સ્થાને ફરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે. રાષ્ટ્રપતિએ મત ચોરીના પુરાવા માંગ્યા હોવાથી વિપક્ષ તમામ માહિતી અને પુરાવાઓ તૈયાર કરીને સોંપશે. રાષ્ટ્રપતિએ તેમની રજૂઆત ધ્યાનથી સાંભળીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં ગઠબંધનના નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

